- text
મોરબી : મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં તાજેતરમાં વિવિધ પદો પર નવી નિમણૂક કરવામાં આવી છે. ત્યારે નવનિયુક્ત તમામ હોદ્દેદારોને મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.
મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે જયુભા જાડેજા, હિરેનભાઈ પારેખ, પ્રજ્ઞેશભાઈ વાઘેલા, કાજલબેન ચંડીભમર, રમાબેન ગડારા, રવિભાઈ સનાવડા, અશ્વિનભાઈ મેઘાણી, રવિભાઈ રબારીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઈ મિયાત્રાની નિમણૂક કરવામાં આવી છે. મંત્રી તરીકે રસિકભાઈ વોરા, નિરજભાઈ ભટ્ટ, શોભનાબેન મહેશભાઈ લીખિયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, સંગીતાબેન વોરા, આનંદભાઈ સેતા, હિનાબા જાડેજા અને ક્રિષ્નાબેન હરસુખભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે અને પ્રભુભાઈ વિંઝવાડીયાને કોષાધ્યક્ષ બનાવાયા છે. આ અગાઉ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલાવાડીની નિમણૂક કરાઈ હતી. ત્યારે પ્રમુખ સહિત તમામ નવા હોદ્દેદારોને મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી મનુભાઈ સારેશા, ગૌતમભાઈ સોલંકી, ગૌતમભાઈ ચૌહાણ, રાજનભાઈ પુરબીયા, શામજીભાઈ ચાવડા, સાવનભાઈ વાઘેલા, જયદીપ સારેસા, દિપકભાઈ ચૌહાણ, અશોકભાઈ કાટીયા, જગદીશભાઈ મકવાણા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.
- text
- text