મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલા ગંગેશ્વર મહાદેવ, ગિરનારી આશ્રમ ખાતે આગામી તારીખ 3 જુલાઈ ને સોમવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ગિરનારી આશ્રમ ખાતે મહંત મદનગીરી મહારાજના સાનિધ્યમાં 3 જુલાઈ ને સોમવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે સવારે 9:30 કલાકે ધ્વજારોહણ કરવામાં આવશે, ત્યારબાદ ગુરુપૂજન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સવારે 10 થી બપોરે 12 કલાક સુધી મારુતિ સુંદરકાંડ સત્સંગ આનંદ ગરબ મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે અને બપોરે 12 કલાકે સર્વે ભક્તજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુરુપૂર્ણિમાના આગલા દિવસે એટલે કે 2 જુલાઈ ને રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે સીતારામ ધુન ભજન મંડળ દ્વારા ધૂન ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. તો આ ગુરુપૂર્ણિમા મહોત્સવમાં પધારવા સાધ્વી મહંત હંસાગીરી માતાજી તથા મહંત દેવ પ્રયાગગીરી મહારાજ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.