મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલા સોનાપુરીમાં ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી બિલ્ડિંગ બનાવવામાં આવનાર છે ત્યારે આ ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી બિલ્ડિંગનું આગામી તારીખ 30 જૂનના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. સરકાર દ્વારા 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 69.42 લાખ રૂપિયા ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી બિલ્ડિંગ માટે ફાળવવામાં આવ્યા છે. આ કામનું ખાતમુહૂર્ત કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે 30 જૂન ને શુક્રવારના રોજ સવારે 10-30 કલાકે મોરબીના પંચાસર રોડ પર આવેલી સતવારા સમાજવાડી ખાતેથી કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજરી આપશે. જ્યારે મહામંડલેશ્વર શિવરામદાસજી આશીર્વચન પાઠવશે. આ ઉપરાંત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી બાબુભાઈ હુંબલ, ભાવેશભાઈ કંઝારીયા, જયુભા જાડેજા અને રીશીપભાઈ કૈલા ઉપસ્થિત રહેશે.