મોરબી : માળિયાથી જામનગર જવા ઇકો ગાડી ભાડે કરી પરિવારજનોને ઘેર લેવા જઈ રહેલા યુવાનનું ઇકો કાર પલટી ખાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈએ ઇકો ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળિયાથી જામનગર કાકાની દીકરીના લગ્નમાં જવા ઇકો ગાડી નંબર જીજે - 36 - AC - 9221 ભાડે કરી ઘેર જઈ રહેલા અલતાફભાઈ અભરામભાઈ માલાણી ઉ.23નું ઇકો ગાડી પલટી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મોરબી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઇકો ચાલક મહેમુદ ઇસ્માઇલભાઈ જામને પણ આ અકસ્માતમાં પેટમાં ઇજા પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે મૃતક અલતાફભાઈના ભાઈ ઇલ્યાસભાઈ અભરામભાઈ માલાણીએ માળીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.