મોરબીમાં બુઢા બાવા વાળી શેરીમાં જામો જામો મોરબી : મોરબીમા આજે મેઘરાજાએ ચોમાસાની એન્ટ્રી કરતા જ જરીક જેટલા વરસાદમાં દુકાનમા પાણી ઘુસી ગયા હોવાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે ચોમાસાના પ્રથમ વરસાદના ખાતમુહૂર્તમા મોરબીના રવાપર, શનાળા સહિતના રોડ ઉપર પાણી દોડતા થયા હતા, તો બીજી તરફ નગર દરવાજા નજીક બુઢા બાવાની શેરીમાં દુકાનમાં પાણી ઘુસી જતા દુકાન ધારક પરેશાન થયા હતા.હાલમાં ભૂગર્ભ ગટરો ચોક અપ બની છે ત્યારે પાણી ભરાઈ જવાની સમસ્યાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.