- text
મોરબી : રાજ્યમાં ચોમાસુ રૂમઝૂમ કરતું આવી પહોંચ્યું છે અને વડોદરા, સુરત, રાજકોટમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે મોરબીમા બપોરના સમયે વરસાદનું આગમન થયુ છે. વરસાદના આગમન સાથે જ પીજીવીસીએલને વરસાદનું વિઘ્ન નડતા સિવિલ હોસ્પિટલ, સાવસર પ્લોટ, રામચોક સહિતના વિસ્તારમાં બતી ગુલ થઈ જવા પામી હતી. હાલમાં જૂના મોરબીમાં ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થતાં લોકોમાં સારા ધોધમાર વરસાદ વરસવાની આશા જાગી છે.
- text
- text