હળવદમા નર્મદા કેનાલ યમરાજ બની ! ઘરેથી નીકળી ગયેલા મહિલાની લાશ કેનાલમાંથી મળી

- text


છેલ્લા દસ દિવસમાં હળવદ પંથકમાં કેનાલમાં ડુબી જવાના છ બનાવો સામે આવ્યા

હળવદ : હળવદ શહેરમાં આવેલ શિવાલિક સોસાયટીમાં રહેતા મહિલા આજે વહેલી સવારે ઘરેથી નીકળ્યા બાદ તેઓની લાશ હરીદર્શન હોટલ પાછળથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી છે.જેથી પોલીસ દ્વારા હાલ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવવી જાણવા મળતી વિગતો મુજબ મૂળ ધાંગધ્રા તાલુકાના સોલડી ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શિવાલિક સોસાયટીમાં રહેતા લલીતાબેન રમણીકભાઈ કાસોડીયા ઉ.૫૫ આજે વહેલી સવારે તેઓના ઘરેથી નીકળી ગયા હતા.અને દોઢ બે કલાક બાદ જ હળવદ શહેરના હોટલ હરીદર્શન પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ માંથી આ વૃદ્ધ મહિલાની લાશ મળી આવી હતી.

- text

બીજી તરફ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મહિલાની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા વૃદ્ધ પોતે માનસિક રીતે બીમાર હોય જેના કારણે આત્મહત્યા કરી હોવાની જાણકારી મળી રહી છે.

- text