મોરબી : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની વતની અને હાલ મોરબી રહેતા તાલુકા પંચાયતના સભ્ય રેખાબેન પટેલ અને તેમના પતિ મનસુખભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, રેખાબેન અને મનસુખભાઈ પટેલ દ્વારા નવા દેવળીયા, સુરવદર, નવા ધનાળા, પ્રતાપગઢ અને ધુળકોટ તથા નવા દેવળીયા પ્લોટ શાળામાં આશરે 900 જેટલા વિદ્યાર્થીઓને 5 હજાર નંગ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયું હતું. સાથે જ વિદ્યાર્થી દીઠ યુનિફોર્મ પેટે રૂપિયા 200ની સહાય પણ આપવામાં આવી હતી.