- text
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારની સગીર વયની દિકરીના અપહરણ કેસમા આરોપી તથા સગીરવયની દિકરીને શોધી કાઢી સુરત પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમા સીટી-2 મોબાઈલ નાઈટ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન નવા બસ સ્ટેન્ડ પાસે એક સગીર વયની દિકરી તથા એક પુરૂષ શંકાસ્પદ હાલતમા ઉભા હોય જેથી તેઓની મોબાઈલના ઈન્ચાર્જએ પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહી આપતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે લાવીને વધુ પુછપરછ કરતા પોતે સુરત શહેરથી ભાગીને અહી મોરબી આવેલ હોવાનુ જણાવતા સગીર વયની દિકરીના પિતાએ સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુન્હો રજીસ્ટર કરાવેલ હોય જે ગુન્હામાં ભોગ બનનાર સગીર વયની દિકરી તથા આરોપી સાકેત ઈમ્તીયાજખાન શેખ ઉ.20 હોય જેથી તેઓને સુરત શહેર ઈચ્છાપોર પોલીસ સ્ટેશનને સોપી આપવા તજવીજ હાથ ધરી હતી.
- text
- text