- text
મોરબી : મોરબીના સામાકાંઠે એલઇ કોલેજ રોડ ઉપર આવેલ એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે પાણીની લાઇન ઘણા સમયથી તૂટી ગઈ હોય તંત્રને આજસુધીમાં આ લીકેજ લાઈનની મરમત્ત સૂઝતી નથી. પાણી વિતરણ થાય ત્યારે આ લીકેજ પાણીની લાઈનમાંથી પાણીના આસપાસ તલાવડા ભરાય છે અને પાણીનો ભારે વેડફાટ થાય છે. ઘણા સમયથી પાણીનો બગાડ થતો હોય રોડ ઉપર પાણીના ખાબોચિયા ભરાય છે. પાણીની રેલમછેલને કારણે ઘણીવાર રોડ ઉપર ખાડા પડી ગયા છે. જો કે રોડના ખાડા સાંધી દેવાયા પણ આ લાઇન રીપેર કરાતી નથી. બીજીતરફ આ તૂટેલી પાણીની લાઈનનું પાણી શ્રમિક પરિવારના બાળકોની જરૂરિયાત પુરી પાડી રહ્યું છે શ્રમિક પરિવારના બાળકો ભણવાની ઉમેરે અહીં ભરેલા પાણીમાંથી ડોલ કે અન્ય વાસણ ભરીને લઈ જઈને પોતાના ઘરની પાણીની જરૂરિયાત પૂરી કરવા શ્રમયજ્ઞ કરી રહ્યા છે.
- text
- text