વાવાઝોડામાં આવેલ વરસાદને પગલે મોરબીમાં 55 ટકાથી વધુ વાવેતર કાર્ય પૂર્ણ : ઓણ સાલ કપાસનું ત્રણ ગણું વાવેતર મોરબી : બીપોરજોય વાવાઝોડાની આફત મોરબી જિલ્લાના ખેડૂતો માટે અવસર બનીને આવી હોય તેવી સ્થિતિ વચ્ચે વાવાઝોડામાં આવેલા વરસાદથી ખેતીક્ષેત્રે સારો ફાયદો થયો છે. વાવાઝોડાને કારણે મોરબી જિલ્લામાં સરેરાશ 3 ઈંચ જેવો વરસાદ પડી ગયો હતો. આ પ્રથમ વાવણી લાયક વરસાદ પડતા મોરબી જિલ્લામાં 55 ટકા જેવું વાવેતર થયું છે, ગત વર્ષે આ સમયે 41 ટકા જ વાવેતર થયું હતું. એટલે ગત વર્ષ કરતા આ વખતે વાવેતર વધ્યું છે. સામાન્ય રીતે રાજ્યમાં 15 જૂન બાદ ચોમાસાના પ્રારંભ બાદ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવણી કાર્ય શરૂ થતું હોય છે અને છેલ્લા વર્ષોની પેટર્ન જોતા મોરબી જિલ્લામાં સામાન્ય રીતે જુલાઈ માસના મધ્યભાગમાં વાવેતર થતું હોય છે. જો કે, આ વર્ષે વાવાઝોડા બીપરજોયને પગલે મોરબી સહીત સૌરાષ્ટ્રમાં 3થી 4 ઈંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતોએ આગોતરા વાવેતરની જેમ કપાસ અને મગફળીનું ધૂમ વાવેતર કર્યું છે. મજાની વાત એ છે કે પાછળના વર્ષોમાં ખેડૂતોને મગફળીની તુલનાએ કપાસના ભાવ વધુ મળતા ઓન મોરબી જિલ્લામાં મગફળીની તુલનાએ કપાસનું વાવેતર ત્રણ ગણું વધ્યુ છે. સારો વરસાદ પડી જતા વાવેતર વધ્યું જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે વાવાઝોડામાં ખેતીને બહુ નુકસાન થયેલ નથી પરંતુ 3 ઇંચ જેટલો વાવણી લાયક વરસાદ પડી જતા આ વર્ષે 55 ટકા થી વધુ વાવેતર થયું છે. અને હજુ વાવેતર વધવાની શક્યતાઓ છે 2023માં કુલ ખરીફ સીઝનનું વાવેતર મોરબીમાં 67,860 હેકટર ( 73.93 ટકા ) વાંકાનેરમાં 43,085 હેકટર (76.81 ટકા) હળવદમાં 34,345 હેકટર (39.51 ટકા) માળીયા(મી.) 22,110 હેકટર (45.07 ટકા ) ટંકારામાં 17,585 હેકટર (41.82 ટકા ) કુલ 1,45,324 હેકટર (55.43 ટકા ) ખરીફ સીઝન - 2023માં કપાસનું થયેલું વાવેતર મોરબીમાં 54,700 હેકટર વાંકાનેરમાં 36495 હેકટર હળવદમાં 24065 હેકટર માળીયા(મી.) 20985 હેકટર ટંકારામાં 9115 હેકટર કુલ 1,45,324 હેકટર ખરીફ સીઝન - 2023માં મગફળીનું થયેલું વાવેતર મોરબીમાં 10,400 હેકટર વાંકાનેરમાં 1182 હેકટર હળવદમાં 10045 હેકટર માળીયા(મી.) 485 હેકટર ટંકારામાં 7955 હેકટર કુલ 30,067 હેકટર 2022માં જૂન માસમાં કપાસનું થયેલું વાવેતર મોરબીમાં 21,080 હેકટર વાંકાનેરમાં 35,562 હેકટર હળવદમાં 24025 હેકટર માળીયા(મી.) 150 હેકટર ટંકારામાં 8400 હેકટર કુલ 89,217 હેકટર 2022માં જૂન માસમાં મગફળીનું થયેલું વાવેતર મોરબીમાં 14,050 હેકટર વાંકાનેરમાં 520 હેકટર હળવદમાં 21,528 હેકટર માળીયા(મી.) 0 હેકટર ટંકારામાં 12,800 હેકટર કુલ 48898 હેકટર 2022માં જૂન માસમાં થયેલું કુલ વાવેતર મોરબીમાં 35,910 હેકટર ( 39.12 ટકા ) વાંકાનેરમાં 36,177 હેકટર (64.50 ટકા) હળવદમાં 45,793 હેકટર (52.69 ટકા) માળીયા(મી.) 150 હેકટર (00.31 ટકા ) ટંકારામાં 21,345 હેકટર (50.76 ટકા ) કુલ 1,39,375 હેકટર (41.47 ટકા )