મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને નવ વર્ષ સંપન્ન થયા છે. આ નવ વર્ષની સિધ્ધિઓ તથા આગામી આયોજનોની ચર્ચા અંગે તા. 23 જૂનને શુક્રવારે રાત્રે 8:30 કલાકે વસંત પ્લોટ પાસે આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી શહેરના દરેક એસોસિએશનના સદસ્યો, ધંધા-રોજગારના વ્યવસાયકારીઓ ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.