મોરબીમાં છેલ્લા 16 વર્ષથી વાવડી રોડ ઉપર કાર્યરત સમર્પણ હોસ્પિટલ હવે વાવડી ગામમાં

નિષ્ણાંત તબીબ ડો. ધર્મેશ વાઘડિયાની સેવા : દરરોજ સવારે 9થી સાંજે 5 જનરલ ઓપીડી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં છેલ્લા 16 વર્ષથી વાવડી રોડ ઉપર કાર્યરત સમર્પણ હોસ્પિટલ હવે વાવડી ગામમાં કાર્યરત થઈ છે. જ્યાં નિષ્ણાંત તબીબ ડો. ધર્મેશ વાઘડિયાની સેવા મળી રહી છે.

મોરબીના નાની વાવડી ગામે કાર્યરત પ્રખ્યાત સમર્પણ હોસ્પિટલની બીજી બ્રાન્ચ નાની વાવડી ગામે સતનામ સોસાયટીમાં શિવ પ્લાઝામા કાર્યરત થઈ છે. અહીં 16 વર્ષના અનુભવી ડો. ધર્મેશ વાઘડિયા ( BAMS) સેવા આપે છે. અહીં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા અને શ્વસનતંત્રના રોગો, ન્યુમોનિયા, ટાઇફોઇડ, બુસેલા ( દૂધીયો તાવ), ગળાના ઇન્ફેક્શન, પેશાબમાં થતી રસી, પેટને લગતા રોગો જેવા કે કબજિયાત, એસીડીટી, ગેસ, જૂનો મરડો, લીવર પર સોજો, કમળો, પેટમાં દુખાવો, ચામડીને લગતા રોગો ધાધર, ખરજવું, ખીલ, કરોળિયા, વાળ ખરવા, સ્ત્રી રોગો જેવા કે અનિયમિત માસિક આવવુ, સફેદ પાણી પડવા તથા તેને લીધે આવતી નબળાઈ પેટમાં દુખાવો સહિતના રોગોનું નિદાન તથા સારવાર કરવામાં આવે છે.

ઉપરાંત અહીં ઇમરજન્સી કેસોમાં યોગ્ય સલાહ સાથે ટાકા લઈ દેવા સહિતની સારવાર આપવામાં આવે છે. વધુમાં નેબ્યુલાઈઝર મશીન દ્વારા બાળકોને નાસ આપવાની સુવિધા, લોહીના સેમ્પલ કલેકટ કરીને પેથોલોજીસ્ટ દ્વારા લોહીના રિપોર્ટ કરી આપવાની સુવિધા ઉપલબ્ધ છે. અહીં ગન મશીનથી કાન વીંધી આપવાની તેમજ કાનની બુટી સાંધી આપવાની પણ સારવાર કરવામાં આવે છે. સાથે રસોડી પણ કાઢી આપવામાં આવે છે.

વધુ વિગત માટે

મો.નં.9825917107