- text
મોરબી : વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ (વરિયા બોર્ડિંગ ) મોરબીની સાધારણ સભાનું આયોજન તા.૨૫ને રવિવારના રોજ વરિયા મંદિર સો -ઓરડી મોરબી -૨ સાંજે ૪ કલાકે રાખેલ છે. જેમાં દરેક ગામના આગેવાનો દરેક સંસ્થાના સભ્યો અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વસતા દરેક ભાઈઓને હાજરી આપવા અપીલ કરાઈ છે.
મિટિંગ પુરી થયે સમાજના ઘરદીઠ એક વ્યક્તિ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટી તથા કારોબારીની મિટિંગમાં થયેલ ચર્ચા મુજબ બોર્ડિંગના નવા પ્રમુખ, ઉપપ્રમુખ તથા નવી કારોબારીની રચના જનરલ સભાના નિર્ણય મુજબ કરવી, ટ્રસ્ટી તથા કારોબારીની મિટિંગમાં થયેલ ચર્ચા મુજબ નવા ઉમેરવાના ટ્રસ્ટીના નામોને બહાલી આપવી સહિતના મુદ્દે ચર્ચા કરાશે. તેમ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ પ્રમુખ પ્રવીણભાઈ મોહનભાઇ વારનેશિયાની યાદીમાં જણાવાયું છે.
- text
- text