સતત ટ્રાફિકથી ધમધમતા રોડ વચ્ચે ખુલ્લી ગટર અકસ્માત સર્જશે મોરબી : ટ્રાફિકથી ધમધમતા રહેતા મોરબીના શનાળા રોડ ઉપર ગુરુ દત્તાત્રેય મંદિર પાસે ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી વાહન ચાલકો માટે મોતના કુવા સમાન બની છે. મોરબીનો શનાળા રોડ 24 કલાક સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે ત્યારે શનાળા રોડ ઉપર ગુરુ દત્રાતેય મંદિર પાસે રોડની વચ્ચે ભૂગર્ભ ગટરની કુંડીનું ઢાકણુ નીકળી ગયું છે અને જારી તૂટી ગઈ હોય ત્રણ ચાર દિવસથી ખુલ્લી કુંડી મોતનો કૂવો સમાન બની ગઈ છે. જો કે હાલમાં કોઈ જાગૃત નાગરિકે આ ખુલ્લી કુંડીમાં પતરું મૂકી દીધું છે. પણ કુંડી ઘણી ખુલ્લી હોય હજુ જોખમ તોળાઈ રહ્યું છે. આ ખુલ્લી કુંડીમાં કોઈ ખાબકે તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી છે.