- text
બન્નેની જ્ઞાતિ અલગ હોવાને કારણે યુવતીના પરિવારજનો આ પ્રેમલગ્નથી રાજી ન હોય મોકલતા ન હોવાથી યુવકે અંતિમ પગલું ભર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
મોરબી : મોરબીમાં દસ્તાવેજનું કામ કરતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મૃતક પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવકે જેની સાથે લવમેરેજ કર્યા બાદ યુવતીના પરિવારજનો અલગ જ્ઞાતિને કારણે લવમેરેજથી રાજી ન હોય યુવતીને મોકલતા ન હોવાથી યુવકે આ અંતિમ પગલું ભરી લીધાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભૂમિ ટાવર પાસેના ઓમ શાંતિ પાર્કમાં રહેતા રાહુલભાઈ કિશોરભાઈ સોલંકી ઉ.વ.27 નામના યુવકે ગતરાત્રે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને તેની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે એ ડિવિઝનના પોલીસ કર્મચારી મહિપતસિંહે જણાવ્યું હતું કે, મૃતક રાહુલ પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. આ યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તે દસ્તાવેજનું કામ કરતો હતો અને તેને અગાઉ તેનાથી અલગ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પછી આ યુવક અને યુવતીએ છુપી રીતે કોર્ટમાં લવમેરેજ કરી લીધા હતા. પછી યુવાન યુવતીને તેના ઘરે મૂકી આવ્યો હતો અને યુવકને એમ હતું કે યુવતીના કાયદેસર લગ્ન કર્યા હોય હવે તેના પરિવારજનો બીજે લગ્ન નહિ કરે અને સમય જતાં બધું ભુલાઈ જશે અને યુવતીને પોતાના ઘરે મોકલી દેશે. પણ યુવકે ધાર્યું એનાથી ઊલટું થયું હતું.
- text
બીજી તરફ યુવતીના પરિવારજનોને પ્રેમલગ્નની ખબર પડતાં યુવકની અલગ જ્ઞાતિ હોવાથી આ લગ્નથી રાજી નહોતા અને પરિવારજનો યુવતીને યુવકના ઘરે મોકલતા જ નહોતો. યુવકે ઘણીવાર પ્રયાસ કર્યો પણ યુવતીના પરિવારજનો યુવતીને મોકલવા રાજી ન હોવાથી તેણે ગતરાત્રે પ્રેમભગ્ન થઈને ગળેફાંસો ખાઈને જીવનનો અંત અણી લીધો હતો.
- text