- text
વિકાસ વિદ્યાલયના સ્ટાફને ગૃહમાં રખાયેલા બાળકોની ખાસ સંભાળ રાખવા સૂચના આપી
મોરબી : જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અધ્યક્ષ પી. સી. જોષી અને ફૂલ ટાઈમ સેક્રેટરી બી. એસ.એ સ્ટેટ એક્શન પ્લાન અંતર્ગત જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ મોરબી અને પ્રોટેક્શન હોમ વિકાસ વિદ્યાલયની મુલાકાત લીધી હતી.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ પી.સી. જોષીએ જિલ્લામા જુવેનાઈલ જસ્ટીસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2015 અંતર્ગત નોંધાયેલ કેસો નિર્દિષ્ટ સમય મર્યાદામાં કેસોનો યોગ્ય અને ઝડપી અને નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ સાહેબે પ્રોટેક્શન હોમ (વિકાસ વિદ્યાલય)ના સ્ટાફને ગૃહમાં રખાયેલા બાળકો (છોકરીઓ)ની ખાસ સંભાળ રાખવા સૂચના આપી હતી અને દીકરીઓ ને તેમના ઘર જેવું યોગ્ય શિક્ષણ, સલામતી, ખોરાક તેમજ સારું વાતાવરણ પૂરું પાડવા પણ નિર્દેશ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો.વિપુલ શેરસીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
- text
- text