મોરબીના પાનેલી ગામે સંત વેલનાથબાપુના મંદિરનું ખાતમુહૂર્ત કરાયું

- text


મોરબી : અષાઢી બીજના પાવન પર્વે સંત વેલનાથ બાપુની જન્મ જયંતિએ પાનેલી ગામ ખાતે વેલનાથ બાપુના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મોરબીના પાનેલી ગામે 20 જૂને સંત વેલનાથ બાપુની જન્મ જયંતિના અવસરે સંત વેલનાથ બાપુના નવનિર્મિત મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર પાનેલી ગામ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ, શ્રી વેલનાથ સેવા મંડળ- ટ્રસ્ટ પાનેલીના તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા મીડિયા સેલના યોગેશભાઈ ઠાકોર, પ્રવીણભાઈ દેત્રોજા, મયુરભાઈ બાબરીયા, કાનજીભાઈ ટીડાણી, ભીમભાઈ દરોદરા, નાગજીભાઈ ટીડાણી, લાખાભાઈ ભોજવીયા, ધીરુભાઈ ડાભી, શામજીભાઈ દાદરેચા, પેથાભાઇ ટીડાણી, મનુભાઈ વઠુકિયા, મહાદેવભાઇ અત્રેસા, સવજીભાઈ પીપરીયા, ઘોઘાભાઈ ચંદ્રસાનિયા, ગામ સરપંચ, તાલુકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text