હળવદના શરણેશ્વર મંદિર પાસે આખલા યુદ્ધ અને સામતસર તળાવમાં પાડા યુદ્ધ જામ્યું હળવદ : હળવદના શરણેશ્વર મંદિર પાસે આખલાઓ અને પાડા બાખડી પડ્યા હતા. જેમાં હળવદના શરણેશ્વર મંદિર પાસે બે આખલાઓ લડી ઝઘડી પડ્યા હતા અને શરણેશ્વર મંદિર પાસે તળાવમાં પાડાઓ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. હળવદ પંથકમાં છાસવારે આખલા યુદ્ધ થાય છે અને આખલા યુદ્ધથી લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. ત્યારે આજે હળવદના શરણેશ્વર મંદિર પાસે પશુઓ વચ્ચે યુદ્ધનો અનેરો નજારો જોવા મળ્યો હતો. જેમાં હળવદના શરણેશ્વર મંદિર પાસે બે આખલાઓ ભડકી ઉઠ્યા હતા અને બન્ને વચ્ચે યુદ્ધ થયું હતું. જો કે બંને આખલાઓ કેમેય કરીને છુટા પડતા નહોતા, તેથી રોડ ઉપર આખલા યુદ્ધથી વાહનોને મુશ્કેલી થઈ હતી. તો બીજી તરફ હળવદના શરણેશ્વર મંદિર નજીક સામતસર તળાવમાં પાડાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. એક જ જગ્યાએ પશુઓ વચ્ચેની આ લડાઈ જોવા લોકો પણ ટોળે વળ્યાં હતા.