મોરબી : મોરબીની અવની ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલ માટે અવની સોસાયટીથી અવની ચોકડી સુધી પાઈપલાઈનનું કામ પાલિકા દ્વારા મંજૂર થયા બાર ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ કામ પાલિકા દ્વારા હજુ સુધી શરૂ કરવામાં નથી આવ્યું ત્યારે કામ ઝડપથી શરૂ કરવા માટે સામાજિક કાર્યકર કાંતિલાલ બાવરવાએ પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. કાંતિલાલ બાવરવાએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, અવની સોસાયટીથી અવની ચોકડી સુધી પાઈપલાઈનનું કામ મંજૂર થયા બાદ ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ ખાતમુહૂર્તને ઘણો સમય વીતી જવા છતાં પાઈપલાઈનની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી નથી. ત્યારે આ કામ ક્યારે શરૂ કરવામાં આવશે સહિતના પ્રશ્નો ઉઠાવીને કાંતિલાલ બાવરવાએ ઝડપથી કામગીરી શરૂ થાય તેવી માંગ કરી છે.