મોરબી : ઘણી વનસ્પતિ કે વૃક્ષ એવા હોય છે જે ભાગ્યે જ જોવા મળે છે. આવું જ એક વૃક્ષ મોરબી શહેરમાં જોવા મળ્યું છે. જે પુત્રજ્યોત અથવા જીયાપોતા નામથી ઓળખાય છે. જુજ જોવા મળતું અને લુપ્ત થતી પ્રજાતિનું વિવિધ ગુણકારી આ વૃક્ષ આપણા મોરબી શહેરમાં પણ હાલ ઉપલબ્ધ છે. પહેલી નજરે આસોપાલવને મળતા આવતા આ વૃક્ષની ઉપયોગીતાની વાત કરીએ તો સંપૂર્ણ ગુણકારી આ વૃક્ષ એક કે બીજી રીતે અતિ ઉપયોગી છે. ખાસ કરીને આ વૃક્ષના બીજનો ઉપયોગ સંતાન પ્રાપ્તી માટે તજજ્ઞ આયુર્વેદના જાણકાર દ્વારા કરવામાં આવે છે. ઉપરોક્ત માહીતી પર્યાવરણ પ્રેમી મિત્ર જીતુભાઇ ઠક્કર દ્વારા પર્યાવરણ જાગૃતિના ભાગ રૂપે આપવામાં આવી છે.