ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનમાં પીસીઆરમાં ફરજ બજાવતા એએસઆઈ સી.કે. મકવાણાએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓને પેટ્રોલિંગ દરમિયાન મળી આવેલો મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યો છે. એએસઆઈ સી.કે. મકવાણાએ લજાઈ ચોકડી પાસે પેટ્રોલિંગ પર હતા ત્યારે તેઓને એક કિંમતી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ફોનના મૂળ માલિકને શોધવા તેઓએ તજવીજ હાથ ધરી હતી અને હડમતીયા ગામના પ્રભુભાઈ ગનેશિયાનો આ ફોન હોવાનું માલુમ થતાં તેમણે ખાતરી કરીને ટંકારા પોલીસ સ્ટેશનમાં પીએસઓ વસંતભાઈ વધેરાની હાજરીમાં આ ફોન મૂળ માલિકને પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કામગીરી બદલ ફોનના માલિક પ્રભુભાઈએ ટંકારા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.