મોરબી : સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને એનઆઈએમએ દ્વારા આવતીકાલ તારીખ 21/6/2023 ને બુધવારે સાંજે 5 થી 8 દરમ્યાન રવાપર ગામના ઝાપા પાસે આવેલ ઉમાહોલ ખાતે નિ:શુલ્ક સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. 6 મહિનાથી લઈને 12 વર્ષ સુધીના બાળકો આ ટીપા લઇ શકે છે. આ કેમ્પમાં હિરેન પટેલ, ડોક્ટર મુકેશ ભોરણીયા, ચંદ્રકાંતભાઈ કોઠીયા વગેરે સેવા આપશે. કેમ્પનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો હોવાનું હિરેનભાઈ ભટાસણાની યાદીમાં જણાવ્યું છે.