સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી અને સરકીટ હાઉસ નજીક બે અલગ અલગ દરોડા પાડ્યા મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી અને સરકીટ હાઉસ નજીક બે અલગ અલગ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી લીધા હતા. પ્રથમ દરોડામા સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડીથી ઘુટુ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમી રહેલા રાજેશભાઇ જીવણભાઈ પુરબીયા, હીરાભાઈ બચુભાઇ ધામેચા અને અફઝલ ઇદરીશભાઈ શેખ નામના ત્રણ જુગારીઓને તીન પતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે સરકીટ હાઉસ સામેના ભાગે તીન પતિનો જાહેરમાં જુગાર રમી રહેલા દર્શન જયંતીભાઈ ત્રિવેદી અને હકેશભાઈ સોમાભાઈ પુરબીયાને રોકડા રૂપિયા 1970 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.