મોરબી : મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં બઘડાટી બોલાવતા રિક્ષાના સાયલેન્સર મામલે યોગ્ય કાર્યવાહી કરવા ઇન્ડિયન હ્યુમન રાઈટ એસો. દ્વારા પોલીસ સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે. ઇન્ડિયન હ્યુમન રાઈટ એસો.ના રજનીભાઇ દેત્રોજાએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં છકડો રીક્ષા ચાલે છે. તેનું સાયલેન્સર નીચેની તરફ ઢાળેલ હોય છે. જેથી ધૂળની ડમરી ઊડતી હોય પાછળ આવતા વાહન ચાલકોને તથા રાહદારીઓને મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ધ્વનિ પ્રદુષણ પણ થાય છે. તો આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી સાયલેન્સર સીધા કરાવવામાં આવે.