બે આખલાઓએ દંગલ મચાવી અનેક સાયકલો, બાઇક સહિતના વાહનોને હડફેટે ચડાવ્યા મોરબી : મોરબી પાલિકા તંત્રના પાપે વારંવાર આખલા યુદ્ધ થતા હોવાની ઘટના વચ્ચે એક શૈક્ષણિક સંકુલના આખલાઓએ અંતક મચાવ્યો હતો.બે આખલાઓએ દંગલ મચાવી અનેક સાયકલો, બાઇક સહિતના વાહનોને હડફેટે ચડાવ્યા હતા. જો કે સદભાગ્યે એકપણ વિદ્યાર્થીઓને ઇજા પહોંચી ન હતી. મોરબીના શનાળા રોડ ન્યુ હાઉસિંગ બોર્ડ પાસે આવેલ જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં વારંવાર આખલાઓ આંતક મચાવે છે. થોડા સમય અગાઉ જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલના પાર્કિંગમાં આખલા યુદ્ધ થયું હતું ત્યારે આખલાઓ પાર્કિગમાં રહેલા વાહનોને નુકસાન પહોચાડ્યું હતું. ત્યારે આજે ફરી જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલના પાર્કિંગમાં આખલા યુદ્ધ થયું હતું અને બન્ને આખલાઓએ ખાસ્સો સમય સુધી અંતક મચાવી અનેક વાહનોને હડફેટે લઈ નુકશાન પહોચાડ્યું હતું. જો કે વિદ્યાર્થીઓ સ્કૂલે આવી રહ્યા હતા ત્યારે જ આખલાઓ યુદ્ધે ચડ્યા પણ સદનસીબે એકપણ વિદ્યાર્થીઓને ઇજા થઇ ન હતી. આ આખલા યુદ્ધનો વીડિયો વાયરલ થયો હતો. વારંવાર આ શાળા પાસ આખલાઓ અંતક મચાવતા હોય તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.