મોરબી : મારવાડી યુનિવર્સિટીમાં તાજેતરમાં ફેકલ્ટી ઓફ ફિઝિયોથેરાપી અને ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન & સ્પોર્ટ્સ દ્વારા હેલ્થ એન્ડ ફિટનેસ ક્લબના ઉપક્રમે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર માટે ઝુમ્બાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ માટે મોરબી અપડેટના એન્કર ડો.અમીષા રાચ્છને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. અમીષા રાચ્છ કે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ ડોકટર છે અને ફિટનેસ ટ્રેઈનર પણ છે. તેઓ ઝુમ્બા અને બોકવાના સર્ટિફાઇડ ટ્રેઈનર છે. અમીષા રાચ્છ બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેઓ નિયમિત રીતે મોરબી અપડેટમાં મોટીવેશનલ, માહિતીપ્રદ અને કોમેડી વીડિયો મૂકે છે અને વિવિધ વિષયો પર ઇન્ટરવ્યૂ પણ કરે છે.