બાઇક ચાલકને બચાવવા જતા સ્કૂલ બસને અકસ્માત નડ્યો, સદભાગ્યે જાનહાની નહિ મોરબી : મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આજે સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાઈ હતી. જો કે બાઇક ચાલકને બચાવવા જતા સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર જલારામ મંદિર આગળ આવેલ અયોધ્યા ચોક પાસે આજે બપોરે ખાનગી સ્કૂલની બસ વિદ્યાર્થીઓ સાથે જુના બસ સ્ટેન્ડ તરફ જઈ રહી હતી. ત્યારે બાઇક આંડું ઉતરતા બાઇક ચાલકને બચાવવા જતા આ સ્કૂલ બસ રોડ ઉપર આવેલ ડિવાઈડર સાથે સીધી જ અથડાઈ હતી. આ અકસ્માતમાં સદભાગ્યે સ્કૂલ બસમાં રહેલા એકપણ વિદ્યાર્થીઓને સહેજ પણ ઇજા થઇ ન હતી. તેમજ બાઇક ચાલક પડી ગયો હોય પણ તેને ઇજા થઇ ન હતી. સ્કૂલ બસના ડ્રાઈવરે જણાવ્યું હતું કે, બાઇક ચાલકને તે બચાવવા જતા આ અકસ્માત થયો હતો.પણ સદભાગ્યે જાનહાની થઈ નથી.