ગ્રામ પંચાયત અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કરાયેલ કામગીરી હળવદ : વાવાઝોડામાં અનેક વૃક્ષોનું નિકંદન નીકળી ગયેલ છે ત્યારે ફોરેસ્ટ વિભાગ અને હળવદની સાપકડા ગ્રામ પંચાયત દ્વારા 6400 જેટલા વૃક્ષો વાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગ અને સાપકડા ગ્રામ પંચાયતના સંયુક્ત સાહસથી આશરે 6400 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને વૃક્ષો યોગ્ય રીતે ઉછરે તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે.