મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેણાંકમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસે 9 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 31,200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રપરા શેરી નંબર 5મા દરોડો પાડી જયસુખભાઈ લવજીભાઈ પરમારના રહેણાંકમાથી જુગારધામ ઝડપી લીધું હતું. દરોડા દરમિયાન પોલીસે આરોપી જયસુખભાઇ લવજીભાઇ પરમાર, આનંદભાઇ જયસુખભાઇ પરમાર, જયંતીભાઇ મુળજીભાઇ ભડસોલ, નિલેષભાઇ ચંદુભાઇ જોષી, દેવીસિંહ સંગ્રામસિંહ જાડેજા, મેહુલભાઇ નારણભાઇ પરમાર, ઇમરાનભાઇ મામદભાઇ કચ્છી, રાજેશભાઇ સુભાષભાઇ ચૌબે અને ગોપાલભાઇ જેઠાભાઇ ભોજાણીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 31,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.