મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા માળિયા (મી) તાલુકાના રાસંગપર ગામ નજીક આવેલા સંગાથ વૃદ્ધાશ્રમ ખાતે આજે ફાધર્સ ડે નિમિતે વડીલોને સાંજનું ભોજન કરાવવામાં આવ્યું હતું. જેમાં ગાંઠિયા, મોતિયા લાડુ સાથે ત્યાંજ ગરમા ગરમ ખીચડી શાકનું ભોજન જમાડવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલાના માર્ગદર્શન મુજબ લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજા, ખજાનચી લા. ટી સી ફૂલતરિયા અને સભ્ય લા. પ્રાણજીવનભાઈ રંગપડીયા આ પ્રોજક્ટમાં હાજર રહ્યા અને વડીલોના આશીર્વાદ લીધા અને સેવાકીય પ્રવૃત્તિ કરી પુણ્ય મેળવ્યું હતું.