કોલસોની રાબેતા મુજબ કામગીરી શરૂ થતાં ટ્રકોની લાંબી લાઈનો લાગી મોરબી : મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરે વાવાઝોડાની મોટી અસર થઈ હતી અને વાવાઝોડાને કારણે આ નવલખી બંદર ત્રણ ચાર દિવસ બંધ હતું. હવે વાવાઝોડાની આફત ટળી જતા નવલખી બંદર પુનઃ ધમધમી ઉઠ્યું હતું અને કોલસોની રાબેતા મુજબ કામગીરી શરૂ થતાં ટ્રકોની લાઈનો લાગી હતી. મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરે વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો હતો અને નવલખી બંદરે વાવાઝોડાની અસરથી દરિયામાં ભારે કરંટ સાથે મોજા ઉછળ્યા હતા. તેમજ ભારે પવન અને વરસાદ પડ્યો હતો. અગાઉ વાવાઝોડાની આગાહીને પગલે નવલખી પોર્ટ પર તમામ કામગીરી બંધ કરવામાં આવી હતી. પણ હવે વાવાઝોડાની ઘાત ટળતા નવલખી પોર્ટમાં અગાઉની જેમ જ તમામ કામગીરી શરૂ કરવામાં આવી છે અને ફરીથી નવલખી પોર્ટ ધમધમી ઉઠ્યું હતું. કોલસા ભરવાની રાબેતા મુજબ કામગીરી શરૂ થતા ટ્રકોની મોટી કતારો લાગી છે અને નવલખી પોર્ટ પણ અગાઉથી જેમ પોર્ટ તંત્રએ તમામ કામગીરી શરૂ કરી છે. નવલખી પોર્ટના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, વાવાઝોડું હવે ગયું હોવાથી નવલખી બંદરે તમામ ભયજનક સિગ્નલ હટાવી દેવામાં આવ્યા છે. ગઈકાલે બપોરથી જ આ બંદર ચાલુ થઈ ગયું હતું. તેમજ ત્રણ શિપ નવલખી બંદર ખાતે હતી.પણ વાવાઝોડાને કારણે આ શિપને દરિયામાં ખસેડી દેવામાં આવી હતી એટલે એક બે દિવસમાં આ 3 જેટલી શિપ પરત આવી જશે અને વાવાઝોડાથી નવલખી પોર્ટ પર થયેલી નુકશાનીનો સર્વ ચાલુ છે ટુક સમયમાં કેટલી નુકશાની થઈ તેની સચોટ માહિતી મળી જશે.