હળવદના દેવીપુર ગામની ઘટનાથી અરેરાટી હળવદ : હળવદ તાલુકાના દેવપુર ગામની 16 વર્ષની કિશોરીને માતા- પિતાએ ધોરણ 10માં ઓછા ટકા આવ્યા હોય ભણવામાં ધ્યાન આપવાનું કહેતા લાગી આવ્યું હતું અને ઘરે જ ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.હાલ મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બનાવી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા મહેશભાઈ તારબુંદીયાની 16 વર્ષની દીકરી માધવીને ધોરણ 10માં ઓછા ટકા આવ્યા હોય જેથી તેને અભ્યાસમાં ધ્યાન દેવા માતા-પિતાએ ઠપકો આપ્યો હતો જે લાગી આવતા માધવીએ આજે તેના ઘરે જ ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ પરિવારજનોને તેમજ આજુબાજુમાં રહેતા લોકોને થતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને માધવીને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી જો કે ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.