મોરબી : કુંડારીયા પરિવાર દ્વારા સંગીતાબેન ભાટિયાની પ્રથમ માસિક પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના લોકો કંઈક ને કંઈક સેવાકીય, લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાનું અવસાન થતાં એમના આત્માની શાંતિ અને કલ્યાણાર્થે આગમી તા.23.06.23 ને શુક્રવારના રોજ બપોરે 3.00 થી 7.00 વાગ્યા સુધી સંસ્કાર ઇમેજિંગ હોલ, સંસ્કાર બ્લડ બેન્ક, મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન એ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા સગાવ્હાલા, સંબંધીઓને ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરવા કુંડારિયા પરિવાર દ્વારા આહવાન કરવામાં આવ્યું હોવાનું નવનીતભાઈ કુંડારિયાની યાદીમાં જણાવાયું છે.