મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વી માર્ટમા સ્ટાફ વચ્ચે અંદરો અંદર ડખ્ખો સર્જાતા પોલીસ દોડી હતી અને મેનેજર સહિતનાને ઉપાડી પોલીસ મથકે લઈ ગયાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વી માર્ટમા મેનેજર અને સ્ટાફ વચ્ચે કોઈ બાબતે બબાલ સર્જાતા બરાબરનો તમાશો સર્જાયો હતો અને હોહા ને દેકારો થતા કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને મેનેજર તેમજ સ્ટાફને લઈ પોલીસ મથકે રવાના થયાનું જાણવા મળે છે.