મોરબી : બીપરજોય વાવાઝોડું જેનો ગુજરાતી અર્થ આફત અથવા આપત્તિ થાય છે પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ખમીરની સામે બીપરજોય વાવાઝોડું પોતાનો પ્રભાવ ફેલાવવામાં નિષ્ફળ ગયું છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલે સહિયારા પ્રયાસ થકી વાવાઝોડાને હરાવનાર વહીવટીતંત્ર અને સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો છે. મોરબી- માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ અભિનંદન ગુજરાતની સરકારને આપું છું. કે જેણે માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહના સીધા માર્ગદર્શન હેઠળ 'ઝીરો કેઝ્યુલિટી' પેટર્ન પર કામ કરીને બીપરજોય વાવાઝોડા છતાં ઝીરો મૃત્યુદર રાખવામાં શાશકીય કુનેહ બતાવી પ્રત્યેક જિલ્લામાં માન. મંત્રીશ્રીઓને સંપૂર્ણ હવાલો સોંપી સંભવિત અસરકર્તાઓને સલામત, સુરક્ષિત સ્થળે પહોંચાડયા અને તંત્રને ચેતનવંતુ બનાવ્યું. વધુમાં તેમને ઉમેર્યું કે હું પ્રસંશા સાથે અભિનંદન આપીશ તમામ જિલ્લાઓના વહીવટી તંત્રને, ખાસ કરીને મહેસુલ વિભાગ, ઉર્જા વિભાગ, પંચાયત વિભાગ અને અન્ય તમામ સરકારી વિભાગો સાથે સાથે તમામ સરકારી કર્મચારીઓ જેમણે અથાગ પરિશ્રમ કરી બારીક માં બારીક બાબતોનું આયોજન કરી તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી. સાથે જ હું ખોબલે ખોબલે અભિનંદન આપીશ અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદ, ધારાસભ્ય, સંગઠનના તમામ આગેવાનો, કાર્યકરો, મોરચા સેલના તમામ કાર્યકર્તાઓ જેમણે રાત દિવસ જોયા વિના કંટ્રોલરૂમ, ફૂડ પેકેટ, રસોડા વિ. સેવાઓ આપી અને ઉપરાંત જ્યાં જરૂર પડે ત્યાં ચાલુ વરસાદે પ્રજા વચ્ચે ઉભા રહ્યા, દોડતા રહ્યા... ઉપરાંત તેઓએ તમામ સેવાભાવી સંસ્થા, તમામ ધાર્મિક સ્થાનો, તમામ મહિલા મંડળો, યુવા ગૃપ જેમણે તન, મન, ધન થી આવી ભયાનક આપત્તિમાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી અંતરથી અભિનંદન પાઠવી સૌરાષ્ટ્રની અસલિયતને, સંકટના સમયે આપણા સૌમાં પડેલી માનવતાઓને જગાડી આપતી ચરમ પર આવે અને માનવમાત્ર, પશુ-પંખીને ભોજન, દવા, સુરક્ષા, આશરો આપવામાં કોઈ કાઠીયાવાડી ક્યારેય પાછીપાની કરતો ન હોવાનું જણાવી મોરબીવાસીઓને સો સો સલામ કર્યા હતા. અંતમાં તેઓએ સૌના સહિયારા પ્રયાસ-પુરષાર્થથી આપણે કુદરતી આફત બિપરજોયનો હિંમતભેર સામનો કરી મોટું નુકસાન અટકાવી શક્યા છીએ માત્ર એક અપીલ પર શિસ્તબધ્ધ રીતે ધંધા-રોજગાર-વ્યવસાય બંધ રાખી સહકાર આપ્યો છે. એ બદલ પણ આપણો આભાર માની આ બધી બાબતો છતાં ઝડપી પવન અને વરસાદને લઈને સંખ્યાબંધ વૃક્ષો તૂટી ગયા છે અને વીજ થાંભલા પડી ગયા છે. આ તમામ બાબતોને દુરસ્ત થતા થોડો સમય લાગશે એ વાસ્તવિકતા છે એ અનુસંધાનમાં પ્રજાજનોને ધિરજ રાખવા - તંત્રને સંપૂર્ણ સહકાર આપવા પણ વિનંતી કરી હતી.