મોરબી : એચ. એલ. સોમાણી ફાઉન્ડેશન અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં આરોગ્ય અને સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એચ. એલ સોમાણી ફાઉન્ડેશન અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા વાંકાનેરના સરતાનપર અને વઘાસિયા તથા મોરબી તાલુકાના સિરામિકસિટી, ભડિયાદ, જવાહરનગર, જાંબુડિયા, લાલપર, મકનસર, પ્રેમજી નગર, પાનેલી, લઘધિરપુર, ઊંચી માંડલ, નીચી માંડલ, ઘૂટુ, પીપળી, બેલા અને રંગપર ગામમાં 380 આરોગ્ય અને સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટનું વિતરણ 55 વર્ષથી વધુ વયના વડીલોના સ્વાસ્થ્ય વિશે જાગૃત લાવવાના હેતુથી કરવામાં આવ્યું હતું, જેઓ આર્થિક રીતે તેમની જરૂરિયાતોને પહોંચી વળવા અને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સક્ષમ ન હોય તેવા વડીલોને કીટ અપાઈ હતી. આ કાર્યને સફળ બનાવવા એચ. એલ. સોમાણી ફાઉન્ડેશનમાંથી અશ્વિની કુમાર મની, રામોતર સિંઘ, જયંતિ પનારા, દેવેન્દ્ર વાઘ, સુરેશ કોરિયા તથા હેલ્પ એજ ઇન્ડિયા મોરબી મોબાઇલ હેલ્થવેન સ્ટાફ અને દરેક સપંચ, આશાવર્કર, ગામના આગેવાનોનો સહયોગ મળ્યો હતો.