મોરબી : મોરબીમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યા પછી પવનની ગતિ તેજ બની છે. જેના કારણે વૃક્ષોનો સોથ બોલી રહ્યો છે.ભારે પવનથી મોરબીના ત્રિકોણનગર સોસાયટીમાં લીમડાનું વૃક્ષ પડી ગયું હતું. તેમજ સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગરમાં જગદીશભાઈની દુકાન પાસેનું વૃક્ષ પડી ગયું હતું. સદનસીબે જાનહાની થઈ નથી.