માળીયા (મી.) : માળીયા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ અને પવનના કારણે નુકસાન થયું છે. ત્યારે તાલુકાના જૂના ઘાંટીલા ગામે ભારે પવન સાથે વરસાદ ખાબકતા વૃક્ષો અને વીજ પોલને નુકસાન થયું છે. જો કે રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી.