મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાના અસરગ્રસ્તો માટે અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓએ સેવાની ધૂણી ધખાવી હતી. જેમાં જિલ્લા પંચાયતના બગથળા બેઠકના સભ્ય સતિષભાઈ મેરજાની આગેવાનીમાં યુવાનો દ્વારા પણ શ્રમિકોને ફૂડ પેકેટનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું.