મોરબી : મોરબીમાં ભારે પવનની આંધી અને અંધાધૂંધ વરસાદને કારણે ઠેરઠેર ખાનાખરાબી થઈ છે. જેમાં ભારે પવનથી વૃક્ષોને મોટું નુકસાન થયુ છે. જેમાં મોરબીના નવયુગ સંકુલમાં ભારે પવનની આંધીથી મસમોટું વૃક્ષ પડી ગયું હતું. આ વૃક્ષ પડી જતા કોઈ જાનહાની થઈ નથી. પણ ભારે પવનની આંધીથી ઠેરઠેર વૃક્ષોનો સોથ બોલી ગયો છે.