આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય હળવદ : બિપોરજોય વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે. ત્યારે હળવદમાં આજે બપોરે 1 વાગ્યાથી વાવાઝોડાની પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજરોજ હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ હળવદની અગત્યની મીટીંગ મળી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, વાવાઝોડાની પરિસ્થિતિ જ્યાં સુધી થાળે ન પડે ત્યાં સુધી હળવદની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. માત્ર આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. વાવાઝોડા બાદ સ્થિતિ સામાન્ય થયે દુકાનો ખોલવામાં આવશે તેમ મિટિંગમાં નિર્ણય લેવાયો છે.