મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડથી રફાળીયા જતા માર્ગ ઉપર મચ્છુ ડેમ નજીક ભારે પવનમાં એક તોતિંગ વૃક્ષ ધરાશયી થઇ માર્ગ ઉપર પડતા હાલમાં વાહન ચાલકોને વન - વે જેવો અનુભવ થઈ રહ્યો છે. વૃક્ષ ધરાશયી થવાના કલાકો બાદ પણ તંત્ર દ્વારા રોડ ક્લિયર કરાવ્યો ન હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.