રાજકોટ રૂટ ઉપર માત્ર વાંકાનેરની ઇન્ટરસીટી ચાલુ : તમામ લોકલ રૂટ ગઈકાલે બંધ કરાયા બાદ આજે દરિયાકાંઠાના રૂટ તેમજ ટ્રાફિકના અભાવે દાહોદ-ઉદયપુર રૂટ પણ બંધ મોરબી : વાવાઝોડા બિપરજોયના ખતરાને પગલે મોરબી વિભાગીય એસટી ડેપો દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ લોકલ રૂટ ગઈકાલે બંધ કર્યા બાદ આજે દરિયાકાંઠાના રૂટ તેમજ ટ્રાફિકના અભાવે દાહોદ-ઉદયપુર રૂટ પણ બંધ કર્યા છે અને હાલ મોરબીથી માત્ર વાંકાનેર ડેપોની ઇન્ટરસીટી બસ જ રાજકોટ રૂટ ઉપર દોડાવાઈ રહી છે. મોરબી એસટી ડેપો મેનેજર પઢારીયાના જણાવ્યા મુજબ વાવાઝોડા બિપરજોયને કારણે મોરબી વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે ગઈકાલે તમામ લોકલ રૂટ બંધ કર્યા બાદ આજે દરિયાકાંઠાના રૂટ તેમજ ટ્રાફિકના અભાવે દાહોદ-ઉદયપુર રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબીથી રાજકોટ અને જામનગર વચ્ચે દોડતી લોકલ બસને પણ બંધ કરવામાં આવી છે. હાલમાં માત્રને માત્ર રાજકોટ - મોરબી વચ્ચે વાંકાનેર ડેપોની ઇન્ટરસીટી જ દોડાવવામાં આવી રહી છે જેમાં પણ અમુક રૂટને સ્થગિત કરાયા હોવાનું જાણવા મળે છે.