મોરબી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ત્યકતાએ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના વૈભવનગરમાં પરણિત પ્રેમી સાથે રહેતા ત્યકતાએ પ્રેમીને તેની પત્ની સાથે છુટા છેડા લેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા પ્રેમીએ ત્યકતાને અડધી રાત્રે માર મારતા ઇજાગ્રસ્ત પ્રેમિકાએ હોસ્પિટલના બિછાનેથી પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ અગાઉ રાજકોટ લગ્ન થયા બાદ છૂટાછેડા થઈ જતા મોરબીના શનાળા રોડ ઉપર અરિહંત સોસાયટીમાં રહેતા નેહલબેનને પ્રવિણભાઈ પોપટને વૈભવનગરમાં રહેતા યશેષ પ્રવીણભાઈ ગોહેલ નામના દરજી યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં નેહલબેન પ્રેમી સાથે વૈભવ નગરમાં રહેતા સાથે જ રહેતા હતા. જો કે, પ્રેમી યશેષ પણ પરણિત હોય ખાનગી શાળામાં નોકરી કરતા નેહલબેન પ્રવીણભાઈ પોપટને યશેષએ પોતાના છૂટાછેડા થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ છૂટાછેડા થયા ન હોય ગતરાત્રીના નેહલબેને યશેષને તેની પત્ની સાથે છૂટાછેડા લેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલ યશેષએ નેહલબેનને બેફામ માર મારતા અડધી રાત્રે નેહલબેન પિતાના ઘેર આવ્યા હતા અને અસહ્ય દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ થઈ પ્રેમી યશેષ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.