જખૌમાં વાવાઝોડું ટકરાશે ત્યારે મોરબીમાં 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા સાથે ભારે વરસાદ આવશે : કલેકટર વાવાઝોડાની સ્થિતિમાં સેટેલાઇટ ફોનથી સંપર્ક જાળવી રખાશે, રાજ્યમંત્રીએ સેટેલાઇટ ફોનથી તલાટી સાથે વાત કરી મોરબી : વાવાઝોડા બિપરજોયનું લેન્ડ ફોલ થવાનું કાઉન્ટ દઉં શરૂ થયું છે ત્યારે આજે મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ મોરબી શહેર - જિલ્લાના તમામ નાગરિકોને પોતાની સલામતી સુરક્ષા માટે આગામી 24 કલાક ઘરમાં જ રહેવા અને બપોરે એક વાગ્યા બાદ તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખવા ભાર પૂર્વક અપીલ કરી હતી સાથે જ જયારે જખૌમાં વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે મોરબીમાં અંદાજે 60થી 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પાડવાની સંભાવના વ્યક્ત કરી હતી. જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,આજે જખૌ દરિયા કિનારે જેટલી તીવ્રતાથી વાવઝોડું ત્રાટકશે તેટલી તીવ્રતાની અસર મોરબીના નવલખી બંદરે થશે. વાવાઝોડું લેન્ડ ફોલ થવાની સાથે જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની તેમજ 70 કિમીની ઝડપે પવન ફૂંકાવની શકયતા છે. આથી લોકોને ઘરોમાં જ રહેવાની અને તમામ વેપારીઓને બપોર બાદ દુકાનો બંધ રાખવાની અપીલ કરી હતી. બીજી તરફ બીપોરજોય વાવઝોડાના કાઉન્ટ ડાઉન વચ્ચે આજે મોરબી અપડેટની ટીમે મોરબી મુકામ કરી પરિસ્થતિ ઉપર નજર રાખી રહેલા રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ સાથે ખાસ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, વાવઝોડું જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ ગંભીરતા વધી જતી હોય ખાસ કરીને આજના દિવસે લોકોને વિશેષ તકેદારી રાખવા જણાવ્યું હતું. જો કે, દરિયા કિનારા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી તમામ લોકોનું સ્થળાંતર થઈ ગયું હોવાનું અને ભોજન સહિતની વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કરી તંત્ર તમામ મોરચે તૈયાર હોવાનું જણાવ્યું હતું. આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, આ વાવઝોડામાં એકપણ માણસને નુકશાન ન થાય તેવી સરકાર અને તંત્રની તૈયારી છે સરકાર અને તંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે. સાથોસાથ સંસ્થાઓ અને સંગઠન દ્વારા પણ ખભેખભા મિલાવી કામગીરી કરવામાં આવી રહી હોય વાવાઝોડા દરમિયાન લોકોને ઓછામાંઓછી નુકશાન જાય તેવા પગલાં લેવાયા હોવાનું જણાવ્યું હતું. સાથે જ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ મોરબીના વેપારીઓને બપોર બાદ બજારો બંધ રાખવાની અપીલ.કરી હતી. આ સાથે જ આજે રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈએ સેટેલાઇટ ફોનની મદદથી માળીયા તાલુકાના તલાટીઓ સાથે વાતચીત પણ કરી હતી.