મોરબી : મૉરબી સ્વામીનારાયણ સંસ્કાર ધામ મંદિર દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ફૂડપેકેટ વિતરણ કરવામાં આવી રહ્યું છે એને સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા વાવાઝોડા ઈજાગ્રસ્ત દર્દી માટે વિના મૂલ્યે બ્લડ બે ત્રણ દિવસ આપવામા આવશે જેના માટે મો.નં. નંબર 97277 22763 પર સંપર્ક કરવો. ભૉગ બનનાર ઈજાગ્રસ્ત દર્દીના સગાએ બ્લડ જરૂરિયાતનુ ડૉક્ટરના લેટરપેડ પર લખાણ લઈને આવવુ. તેમ મંદિરના મહંત પ્રેમ પ્રકાશદાસ સ્વામીની યાદીમા જણાવ્યુ છે.