છ હજાર કિલોમીટરની ત્રીજીયામાં ફેલાયેલ બીપરજોય 1300 કિલોમીટરનું અંતર કાપી કચ્છ પહોંચી રહ્યું છે મોરબી : અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌથી માત્ર 70થી 80 કિલોમીટર જ દૂર છે ત્યારે આ સમુદ્ર અને આકાશી આફતનો ઘેરાવો મુંબઈ જેવડો એટલે કે 6000 કિલોમીટર જેટલો હોવાનું અને ઉદભવ બાદ અંદાજે 1300 કિલોમીટર કિમીનું અંતર કાપી કચ્છ પહોંચી રહ્યું છે. અકીલાના અહેવાલ મુજબ કચ્છના જખૌ નજીક લેન્ડફોલ થનાર વાવઝોડું બિપોરજોય અત્યંત ખતરનાક છે. જોઈન્ટ ટાયફૂન વોર્નિંગ સેન્ટરના અપડેટ અનુસાર, જૂન 1998 ના ચક્રવાતનો રેકોર્ડ તોડીને અરબી સમુદ્રના ઈતિહાસમાં સૌથી લાંબો સમય ધરાવતું ચક્રવાત બન્યું છે. આ ચક્રવાત અંદાજે 190 કલાકથી અરબ મહાસાગરમાં સક્રિય છે. વધુમાં વાવાઝોડાનો ટ્રેક, તેની ગુજરાત તરફ આવવાની ગતિ અને મુસાફરીને લઈને ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે, આ વાવાઝોડાની ઉત્તર-દક્ષિણની લંબાઈ અંદાજે 1900 થી 2000 કિલોમીટરની છે. તો પૂર્વ-પશ્ચિમની લંબાઈ અંદાજે 1350 થી 1400 કિલોમીટર છે. વાવાઝોડાનો ઉદભવ તા.6 જુનના રોજ કેરળ અને કર્ણાટકની પૂર્વ તરફ થયો હતો. તેના બાદથી આજે 15 જુન સુધી વાવાઝોડાએ 1300 કિલોમીટરની સફર કાપી છે. એટલે કે, 1300 કિલોમીટરની સફર કાપીને આજે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાનું છે. નિષ્ણાતો અનુસાર, અરબ સાગર વધુ ગરમ થઈ રહ્યો છે. જેને કારણે અરબ સાગરમાં વાવાઝોડાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલ અરબ સાગરમાં વાવાઝોડું છે છતા તેનુ તાપમાન 31 થી 32 ડિગ્રી છે, જે સામાન્યથી એક ડિગ્રી વધારે હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.