પીજીવીસીએલની ટીમે બેનર ઉતારી વીજ પુરવઠો પૂર્વવત કરાવ્યો ટંકારા : ટંકારા નજીક ભયજનક હોર્ડિંગના બેનર વીજ લાઈન ઉપર પડ્યા હતા. જેને પગલે પીજીવીસીએલની ટીમે બેનર ઉતારી વીજ પુરવઠો પૂર્વવત કરાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા નજીક મીતાણા રોડ ઉપર ઉદય ઓઇલ મિલ જવાના રસ્તે ભયજનક હોર્ડિંગના બેનરો વીજ લાઇન ઉપર પડ્યા હતા. આ અંગે જાણ થતાં ટંકારા પીજીવીસીએલના ડે. ઈજનેર મોડ સહિતની ટીમ તાકીદે દોડી ગઈ હતી. ટીમે આ બેનર ઉતારી વીજ પુરવઠો પુર્વવત કરાવવામાં આવ્યો હતો.