વાવાઝોડાં દરમિયાન ઈમરજન્સી સેવાઓ સતત કાર્યરત રહેશે મોરબી : ગુજરાત પર બિપરજોય વાવાઝોડાંનો ખતરો મંડાઈ રહ્યો છે. તેને લઈને તંત્ર દ્વારા પણ અનેક સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લા પર પણ આ વાવાઝોડાંની અસર થવાની છે. ત્યારે મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા માનવતા ભરી પહેલ કરી વાવાઝોડામા કોઈ ઇજાગ્રસ્ત બને તો વિનામૂલ્યે સારવાર આપવાની જાહેરાત કરી છે. મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા માનવતા ભરી પહેલ કરી વાવાઝોડાંમાં ઈજા થયેલા તમામ વ્યક્તિઓની સંપૂર્ણ તપાસ અને રીપોર્ટસ ફ્રી માં કરી આપવામાં આવશે તેમજ ઓપરેશનો રાહત દરે કરી આપવામાં આવનાર હોવાનું જાહેર કરાયું છે. ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના મેડીકલ ડિરેક્ટર ડૉ વિનોદ કૈલા તેમજ શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ.પ્રહલાદ ઊઘરેજા જણાવ્યું હતું કે વાવાઝોડા અસરગ્રસ્ત દર્દીઓ માટે 50 બેડ તેમજ 40 બેડ, આમ ટોટલ 90 બેડ ફાળવવામાં આવ્યા છે. અને તે બેડ વાવાઝોડા અસરગ્રસ્ત દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે. કુદરતી આફતો વખતે, કે પછી કોરોના એપિડેમિક્સ હોય કે પછી ઝુલતા પુલ દુર્ઘટના, ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હંમેશા મોરબીની જનતાની સેવા માટે મોખરે હોય છે.બંને હોસ્પિટલના તમામ ડોક્ટરો તેમજ સ્ટાફગણ આ વિકટ સમય દરમિયાન 24 કલાક ઉપલબ્ધ રહેશે અને હાઈ એલર્ટ મોડમાં રહેશે. ઈમરજન્સી માટે ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, શનાળા રોડ,મહેશ હોટેલ ની પાછળ ફોન નંબર:-9725530301,(02822)224491,224492,227222 તેમજ શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ,રામધન આશ્રમની સામે, મહેન્દ્રનગર રોડ,મોરબી -2 ફોન નંબર: 9727527555 પર સંપર્ક કરવાનો રહેશે.